Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચના દહેજ બાયપાસ પર લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત

Share

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર થી પસાર થતી લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત થયું હતું.

નાના મોટા વાહનોથી ધમધમતા દહેજ બાયપાસ રોડ પરથી રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ ઉમરાજ નવી નગરીમાં રહેતો સલમાન દીવાન પોતાની મોટર સાયકલ પર પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન જી.એ.સી.એલ કોલોની પાસે અચાનક ધસી આવેલ લક્ઝરી બસના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા સલમાન દીવાનને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ભરૂચ સીવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

Advertisement

અકસ્માત બાદ લક્ઝરી બસનો ચાલક બસ લઈને ફરાર થઇ ગયો હતો.

અકસ્માત સંદર્ભે મૃતકનાં પિતા સલીમભાઈ દીઆનાની ફરીયાદ નોંધી ભરૂચ ‘એ’ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર બસ ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : રીક્ષા સાથે બાઇક અથડાતાં બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલકે રીક્ષા ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે નદીમાંથી અજાણ્યા ઇસમનો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા તંત્રને આગામી 72 કલાકમાં સામાન્ય સભા યોજવા વિરોધ પક્ષનું અલ્ટીમેટમ.

ProudOfGujarat
error: Content is protected !!