Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નબીપુર પ્રાથમિક કુમારશાળાની કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર બનાવવાનાં કામનું ખાત મુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલી પ્રાથમિક કુમારશાળામાં કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર જર્જરિત હાલતમાં થઈ ગયું હતું જેનો જીર્ણોદ્ધાર કરવા માટે અદાણી ફાઉન્ડેશન આગળ આવ્યું હતું.

જે સ્વરૂપે આજરોજ અદાણી ફાઉન્ડેશન તરફથી ઉષાબેન મિશ્રા તથા મહેન્દ્રસિંહ સિંધા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શાળાની SMC ના પ્રમુખ સલીમભાઈ કડુજી, કમિટીના સભ્યઓ, પ્રા. કુમારશાળા નબીપુરના આચાર્ય ઇલાબેન રાણા, શાળાનો સમગ્ર સ્ટાફ, નબીપુર ગામના સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો પણ હાજર રહયા હતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસમાં ભાગીદાર બનતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરાયું હતું.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

નર્મદા::સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 16 સેન્ટિમીટર વધી ગઈ…….

ProudOfGujarat

રાજપીપલા: સુંદરપુરા ગામ નજીક મોટરસાઇકલ ચાલકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક એકમોને પાણીની અછતના પગલે લાખોનું નુકશાન.જી.આઇ.ડી.સી દ્વારા માત્ર ૧૦ એમ.એલ.ડી. પાણી જ અપાય છે.ઉદ્યોગોને પ્રોડકશન માટે ૨૪ કલાક પાણી મળવું જોઇએ તેના સ્થાને માત્ર ૮ કલાક જ પાણી મળે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!