Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં વલણ જિલ્લા પંચાયતની બેઠક તેમજ તાલુકા પંચાયતની બે બેઠક મળી કુલ ત્રણ બેઠકોનાં કોંગ્રેસના ઉમેદવારોએ વલણ ગામમાં ચૂંટણી પ્રચાર કરી મતદારોનો સંપર્ક કર્યો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની વલણ જિલ્લા પંચાયતની એક બેઠક તેમજ તાલુકા પંચાયતની બે બેઠકના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણી પ્રચારમાં પણ તેજી જોવા મળી રહી છે. ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદરોને રીઝવવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

વલણ જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુબારક પટેલ તેમજ વલણ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર શાજીદ ખંડીયા તેમજ ઉસ્માન ઉઘરદારે શુક્રવારના રોજ વલણ ગામમાં ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી કોંગ્રેસને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. મિડીયા સમક્ષ નિવેદનમાં કોંગ્રેસના ઉમેદવાર મુબારક પટેલે જણાવ્યું હતું કે મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વલણ જિલ્લા પંચાયત તેમજ વલણ તાલુકા પંચાયતની બે બેઠકો મળી કુલ ત્રણ બેઠકો પર કોંગ્રેસ વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લીંબડી પોલીસ ક્વાર્ટરની હોમગાર્ડ જવાનો દ્વારા સફાઈ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક હાઈવા ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારતા મોત.

ProudOfGujarat

ભરૂચ ડ્રાઇવર સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ મેટ્રો lene સર્વિસના કોન્ટ્રાક્ટરો તથા વડોદરા આરટીઓ ચેકિંગ સ્ટાફની હેરાનગતિ બંધ કરવા ભરૂચ જિલ્લાના સ્થાનિક ટેક્સી ડ્રાઇવરો દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!