Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ રજપૂત કરણી સેનાના કાર્યકરોએ સિનેમા સંચાલકો ને ફિલ્મ ન દર્શાવવા બદલ ગુલાબ ના ફુલ આપી આભાર વ્યક્ત કર્યો

Share

-ફિલ્મ પદ્માવત ના ને લઇ સમગ્ર દેશ માં ભારે વિવાદ થયો છે ત્યારે ભરૂચ રાજપૂત કરણી સેના એ પણ થોડા દિવસઃ અગાઉ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું……ત્યારે બાદ શહેર ના થિયેટરો ઉપર જો પદ્માવત ફિલ્મ રિલીઝ કરી દર્શાવવામાં આવશે તો થિયેટર સળગાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી……
ભારે વિવાદ વચ્ચે આજ રોજ પદ્માવત ફિલ્મ ની રિલીઝ તારીખ હોય ભરૂચ ના સિનેમા ઘરો માં ફિલ્મ પદ્માવત ને ન દર્શાવી હતી..ત્યારે ભરૂચ રજપૂત કરણી સેના ના કાર્યકરો એ ભેગા થઇશહેર ના સિનેમા ઘરો ખાતે દોડી જઇ સિનેમા ઘર ના સંચાલકો ને ગુલાબ ના ફુલ આપી સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો….
બાદ માં કરણી સેના ના કાર્યકરો એ ફિલ્મ પદ્માવત ના વિરોધ માં લોકો ને સાથ સહકાર આપી સ્વંયમભૂ બંધ રાખવા ની અપીલ કરી હતી…તો બીજી તરફ રજપૂત કરણી સેના ના કાર્યકરો મોટી સંખ્યા માં ભેગા થતા ભરૂચ શહેર એ ડિવિઝન.એલ સી બી.તેમજ એસ ઓ જી સહીત નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો .
હારૂન પટેલ

Share

Related posts

ભૂલો માટે માફીની ચાહનાનું રમજાન માસમાં ખાસ મહત્વ.ઈદ એટલે ઇનઆમ(ઈનામ) નો દિવસ…

ProudOfGujarat

મહારાષ્ટ્રની 3 સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ 72 કલાકની હડતાળ પર

ProudOfGujarat

દહેજની GACL કંપનીના પ્લાન્ટમાં મુકેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી લાખોની મત્તાની ચોરી.

ProudOfGujarat
error: Content is protected !!