Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે 3 શખ્સને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

Share

ભરૂચ નર્મદા ચોકડી પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની રિક્ષા સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણ આરોપીઓને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સૂચના આપેલ કે ભરૂચમાંથી પ્રોહિબિશન ગુના શોધી કાઢવા ડ્રાઈવ રાખવામાં આવેલ જેમાં એલ.સી.બી ઇન્સપેકટર જે.એન.ઝાલા અને સ્ટાફનાં જવાનો દ્વારા બાતમીનાં આધારે ભરૂચનાં નર્મદા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ હોય જે દરમિયાન બાતમીનાં આધારે નર્મદા ચોકડી પર વિદેશી દારૂ ભરેલ રિક્ષાની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ 150 ની કુલ કિંમત રૂ.46,200, મોબાઈલ નંગ 3 કિં.રૂ. 1500, રિક્ષા રજી નં. GJ-16-W-1629 કિં.રૂ. 50,000 મળી કુલ મુદ્દામાલ રૂ.97,700 સાથે આરોપીઓ (1) ધર્મેન્દ્ર કમલેશભાઈ કવેટ (2) ચંદ્રવલી ક્રીષ્ણ બહાદુર સીંધ (3) વિકાસસીંગ હરિનામસીંગ ચૌહાણ નાઓને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળાના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ના દર્દી મળી આવતા લોકોમાં ફફડાટ,તંત્ર નિદ્રાધીન 

ProudOfGujarat

મુંબઈ : ચેમ્બૂરની કોલેજે બુરખો પહેરીને આવવા પર લગાવ્યો પ્રતિબંધ, વિરોધ બાદ લાગુ કરી શરત

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના દહેજની એક ખાનગી કંપનીમાં શટડાઉન દરમિયાન ઇજનેર સહિત એક કર્મી ગંભીર રીતે દાઝી જતા બંન્નેવને તત્કાલ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!