Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : ઝંખવાવ મોસાલી અને કોસંબા તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ અતિશય બિસ્માર હોવાથી કોંગ્રેસનાં આગેવાનોએ મામલતદારને રજૂઆત કરી.

Share

માંગરોળ તાલુકામાંથી પસાર થતાં વાંકલ ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ અને કોસંબા તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ અતિશય બિસ્માર બની જતા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મામલતદારને એક લેખિત ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવવાની માંગ કરી છે.

માંગરોળ મામલતદાર કચેરી ખાતે માંગરોળના માજી ધારાસભ્ય રમણ ચૌધરી, મહામંત્રી શાહબુદ્દીન મલેક, એડવોકેટ બાબુ ચૌધરી, રૂપસિંગ ગામીત, કનુ ચૌધરી સહિતના આગેવાનોએ સુરત જિલ્લા કલેકટરને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપરત કરી જણાવ્યું કે ઝંખવાવ વાંકલ મોસાલી રાજ્ય ધોરીમાર્ગ અતિશય બિસ્માર બની ગયો છે ઓગસ્ટ માસમાં પાતલદેવી નજીક ઉપરોક્ત માર્ગ પર ખરાબ માર્ગને કારણે મહિલા નાયબ મામલતદાર અને તેના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું તે વખતેના સમારકામની માંગ ઉઠી હતી પરંતુ આજદિન સુધી આ માર્ગનું સમારકામ થયું નથી જેને કારણે અકસ્માતો થઈ રહ્યા છે એ જ પ્રમાણે કોસંબા મોસાલી અને નાની નરોલી રાજ્ય ધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા આ બંને માર્ગ પર અવાર નવાર અકસ્માતો થઈ રહ્યા છે. ઉપરોક્ત માર્ગો માંડવી સ્થિત માર્ગ અને વિભાગની સ્ટેટ કચેરીના કાર્યક્ષેત્રમાં આવે છે પરંતુ માંડવી કચેરીના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે જવાબદાર અધિકારીઓ આ બાબતે તાત્કાલિક ધોરણે માર્ગના સમારકામની કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

મોસાલી ચાર રસ્તાથી નાની નરોલી મુખ્ય માર્ગ પર શાહ વસરાવી ગામના પાટિયા નજીક આવેલ ગરનાળું સાંકડું હોવાને કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે અગાઉ આ ગરનાળું પહોળું કરવા માટે ગુજરાત સરકારના મંત્રીના છત્રસિંહ મોરીના અધ્યક્ષ સ્થાને માંગરોળ ખાતે યોજાયેલા લોક દરબારમાં રજૂઆતો થઈ હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગના જે તે સમયના અધિકારીએ ગળનાળાનું કામ કામ મંજૂર થઇ ગયુ હોવાનું જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી ગરનાળુ બન્યું નથી.


Share

Related posts

માંગરોળ : નાની નરોલી જી.આઇ.પી.સી.એલ કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને સ્કુલ બેગ કીટ અર્પણ કરાઈ.

ProudOfGujarat

બુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક ને મરણતોલ અસંખ્ય છરી ના તથા ડીસમીસ ના ઘા મારી ગંભીરઇજા કરી લુટ ચલાવનાર ગીરગઢડા પંથક ના બે ઇસમોને ઝડપી ગુનામા વાપરેલ હથીયાર તથા લુટ ના અસલ મુદામાલ સાથે ગણતરી ની કલાક મા ઝડપી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી વરતેજ પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા પાલિકાની ઘોર બેદરકારી : ત્રણવાર અરજી કરવા છતાં ગટરો સાફ નહીં કરાવતા રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!