Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની રાલીઝ ઇન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો.

Share

ભરૂચ દહેજની રાલીઝ ઈન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર એસિડ લીકેજ થતાં કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે ફાયર ફાઇટરની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

દહેજમાં આવેલી રાલીઝ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાલ્વમાંથી નાઈટ્રિક એસિડ લીકેજ થતાં પીળા કલરનાં ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા જેથી કામદારોમાં અને દહેજ જી.આઇ.ડી.સી ની આજુબાજુ વસવાટ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ના થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : સયાજીગંજ ખાતે આવેલી ટુ સ્ટાર હોટેલ સૂર્યા ખાતે ચેસ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

વડોદરા તાલુકાનાં આલમગીર નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક ટ્રેલર ક્લીનરનું મોત નિપજયું…

ProudOfGujarat

શ્રીકૃષ્ણ આશ્રમશાળા, થવાના વિદ્યાર્થીઓનો કલા મહાકુંભ ૨૦૨૫માં ઝળહળતો દેખાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!