Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દેરોલ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ, જંબુસર માર્ગ પર આજે સવારનાં સમયે એક બુલેટ નંબર એમ.એચ.૩૬ એ.એફ ૬૦૨૬ ના ચાલકે દેરોલ ગામ નજીક કોઈક વાહનને ઓવર ટેક કરવા જતાં ટક્કર વાગતા જમીન ઉપર પટકાતા બુલેટ બાઇક પર સવાર બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની સમગ્ર ઘટનામાં ૩૮ વર્ષીય રાઘવભાઈ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો ૩૫ વર્ષીય અમનભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટનાને લઇ ભરૂચ, જંબુસર માર્ગ ઉપર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિનું સર્જન થતું હતું, જોકે રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ તરીકે ઝઘડિયાના નરેન્દ્રસિંહ પરમારની વરણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ : ગૌ માંસનાં ગુનામાં એક આરોપીની પાસા એકટ હેઠળ અટકાયત કરતી વેડચ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!