Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડૂત નેતા રાકેશ ટીકૈટની ગુજરાત મુલાકાત પહેલા, ખેડૂત સંવાદ કેવડિયામાં કરવા ધારાસભ્યની માંગ.

Share

આગામી ૫ એપ્રિલનાં રોજ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ ગુજરાતની મુલાકાતે આવનાર હોય ખેડુત સંગઠનો તેઓની મુલાકાતને સફળ બનાવવાની રણીનીતિમાં લાગ્યા છે, બારડોલી ખાતે રાકેશ ટીકૈટ વિશાળ ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રહેશે તે પહેલા હવે ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવાએ સોશ્યલ મિડિયા પોસ્ટ મૂકી માંગ કરી છે.

છોટુ વસાવાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો પર અમાનવીય અત્યાર થયો છે તો તે કેવડીયામાં થયો છે, અને આવનાર દિવસોમાં ૧૨૨ ગામોનાં ખેડૂતો પર પણ અત્યાચાર થવાનો છે તેઓ મત રજૂ કરી તેઓએ ખેડૂત સંવાદ કેવડીયામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ખેડૂત નેતા રાકેશ ટીકૈટને સોશિયલ મિડિયા મારફતે પોસ્ટ ટેગ કરી માંગ કરી છે.

Advertisement

મહત્વનું છે કે દેશમાં ત્રણ કૃષિ બિલને પરત લેવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર મહિનાઓ સુધી આંદોલન ચાલુ રાખનાર ખેડૂત નેતા રાકેશ ટીકૈટ હવે ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને લઈ ગુજરાતમાં પણ આંદોલનમાં પોતે સહભાગી બની સરકાર સામે બાંયો ચઢાવીને આગામી આંદોલનોમાં ભાગ લેવા જઇ રહયા છે ત્યારે ગુજરાતનાં રાજકારણમાં પણ ગરમાયો જોવા મળે તેવી શકયતાઓ ટીકૈટની મુલાકાત બાદથી સેવાઇ રહી છે.


Share

Related posts

ઝઘડીયા ખાતે દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી આવતીકાલે સાબરમતી નદી પર પ્રતિષ્ઠિત ફૂટ ઓવરબ્રિજનું ઈ-ઉદ્ઘાટન કરશે.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મહીલાઓ ની નવી લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર કવીન્સની સ્થાપના લાયન્સ ક્લબ આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!