બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના વાલિયા વટારીયા નજીક આવેલ કોલેજ ના વળાંક પાસે અશોક લેલન ટ્રક નંબર જી જે ૬ વીવી ૪૮૭૪ ના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જેન ફોરવ્હીલ ગાડી નંબર જી જે ૫ એ બી ૮૮૦૩ ને ટક્કર મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં કાર માં સવાર દેવેદ્રસિંહ ફતેસિંહ ખરસીંયા નું ઘટના સ્થળે મોત નિપજયુ હતું જયારે કનકસિંહ ભીખુ સિંહ ખરસિંયા ને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે નજીક ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા …..
એકા એક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ બાદ સ્થળ ઉપર ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો જયારે અકસ્માત ના કારણે ફોરહવ્હીલ ગાડી નો ખુરદો બોલી ગયો હતો .બનાવ અંગે ની જાણ વાલિયા પોલીસ મથક માં થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ટ્રક નો કબ્જો મેળવી ફરાર ટ્રક ચાલક ને ઝડપવાના ચક્રોગતિમાન કર્યા હતા.
હારૂન પટેલ