Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાનાં ડહેલી ગામ ખાતે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ…

Share

ભરૂચનાં વાલિયાનાં ડહેલી ગામમાં ખૂંખાર દીપડો ઘૂસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચનાં વાલિયામાં અવારનવાર દીપડો દેખા દે છે ત્યારે આજે ફરી એક વખત દીપડા જોવા મળ્યો હતો. દીપડાને જોતાં અહીંનાં ગ્રામજનોમાં ભારે ભયની લાગણી પ્રસરી જવા પામી છે.

વાલિયાનાં ડહેલી ગામનાં ખેતરમાં ચારે તરફ તારનું ફીનીસીંગ કરેલ હોય જે તારમાંથી દીપડો બહાર નીકળવાની કોશિશ કરતાં ફસાઈ ગયો હોય આથી વાલિયા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દીપડાનાં આતંકે સમગ્ર ગામમાં ભય ફેલાયો છે.

અહીં નોંધનીય છે કે વાલિયા ગામમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. આ બનાવ બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગનાં અધિકારીઓએ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર વિસ્તારમાં મૂળ અમદાવાદનાં ટ્રક ચાલકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા બે ખાનગી દવાખાના બંધ કરી તબીબ અને તેના પરિવારને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં.

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે ઝઘડાની રીસ રાખી શેરડીનો પાક સળગાવ્યો.

ProudOfGujarat

તીસ્તા મુદ્દે અહેમદ પટેલનું નામ ઉછાળવાનો મામલો, અહેમદ પટેલ અને તેઓના પરિવારના સમર્થનમાં સોશિયલ મિડિયામાં ટ્રેન્ડ શરૂ થયો…!!!

ProudOfGujarat
error: Content is protected !!