Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાના યથાવત, ૨ દિવસમાં જ ૫૦ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમસંસ્કાર થયા.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બની છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો દિવસ દરમિયાન ૨૦ ને પાર પહોંચી રહ્યો છે, ગઇ કાલે સવારથી રાત્રી સુધી ૨૫ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, છેલ્લા બે દિવસમાં જ ૫૦ થી વધુ મૃતદેહના અંતિમક્રિયા કોવિડ સ્મશાનમાં કરવામાં આવી છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી ૭૫૦ થી વધુ લોકોને કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષ થી વધુ ઉંમરના વ્યક્તિઓના ટપો ટપ મોતથી હાહાકાર મચ્યો છે તો બીજી તરફ કોરોનાનાં પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર લુપીન લિ.ના વાઈસ પ્રેસિડેન્ટને એ.પી.જે અબ્દુલ કલામ એક્સેલન્સ એવોર્ડ એનાયત થશે.

ProudOfGujarat

ભરૂચ : ABC સર્કલ પાસે ચોરીનાં 13 મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ ઉમરાજ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાંથી જુગારધામ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે 11 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!