Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનું સંક્રમણ વધતાં માંગરોળ મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાઇ.

Share

જિલ્લામાં સતત વધતા સંક્રમણને પગલે સુરત જિલ્લા કલેકટર દ્વારા અત્યંત આવશ્યક કામગીરી સિવાય કચેરીઓની મુલાકાતી ઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકવાની સૂચના મળતા માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી બંધ કરવામાં આવી છે.

માંગરોળ તાલુકામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તેમજ લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશિયલ દિસ્તન્સનું પાલન થાય તે માટે માંગરોળ મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા/ઇ-ધારા કેન્દ્ર તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૧૬-૦૪-૨૦૨૧ થી ૩૦-૦૪-૨૦૨૧ સુધી બંધ કરવામાં આવી છે.જે-તે કામગીરી માટે આવશ્યક સંજોગોમાં સંબંધિત મામલતદારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.આ ઉપરાંત પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓ ખાતે પણ આવશ્યક સંજોગો સિવાય અરજદારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

વિનોદ મૈસુરીયા:- વાંકલ


Share

Related posts

કેરીના રસિકોનો આનંદ : ભરૂચ જિલ્લામાં આંબે આવ્યા જથ્થાબંધ મોર

ProudOfGujarat

ભરૂચ BJP દ્વારા 4 પાલિકા, 1 જિલ્લા અને 9 તાલુકા પંચાયત માટે ઉમદેવારોની યાદી જાહેર…

ProudOfGujarat

સુરતના માંડવી વિસ્તારમાં દીપડીનું બચ્ચું દેખાતા લોકોમાં ભયની લાગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!