Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં જિલ્લામાં કોવિડ હોસ્પિટલની વિગતો દર્શાવતી સ્ક્રીન મૂકવામાં આવી.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના કોવિડના દર્દીઓ માટે હોસ્પિટલમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની આંકડાકીય માહિતી દર્શાવતું ડિસ્પ્લે મોનીટર સ્ક્રીન લાઈવ ડેટાવાળું મુકવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની સંખ્યા, ખાલી બેડ સહિતની વિગતો અપાઈ છે.

ભરૂચ જિલ્લામાં કોવિડ- 19 ના દર્દીઓને હાલાકીનો સામનો કરવો ન પડે અને સરળતાથી કોવિડ -19 ના દર્દીઓની સેવા પૂરી પાડી શકાય તે હેતુથી ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં કેટલા બેડમાં દર્દીઓ છે, અને કેટલા બેડ ખાલી છે. તેમજ વેન્ટિલેટર પણ કયાં કેટલા છે ? તે સહિતની વિગતો આપતી ડિસ્પ્લે મોનીટર સ્ક્રીન લાઈવ ડેટાવાળી મૂકવામાં આવી છે.

અહીં નોંધનિય છે કે એક તરફ સમગ્ર ગુજરાત કોરોનાનાં ભરડામાં પીસાઈ રહ્યું છે આથી લોકો શાંતિપૂર્વક પોતાના સ્નેહીજનને કોવિડ કેરમાં દાખલ કરવા માટેની સગવડ પ્રાપ્ત કરી શકે તે હેતુથી અહી સ્ક્રીન મૂકવામાં આવી છે જેનાથી કોવિડ-19 ના દર્દીઓને સારવાર મેળવવા માટેની અપગ્રેડ સિસ્ટમ સિસ્ટમ કહી શકાય.

Advertisement

Share

Related posts

કુફર” આવી ગયું છે: મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અને દિલજીત દોસાંઝનો વૈશ્વિક સહયોગ મ્યુઝિક વીડિયોની વ્યાખ્યાને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ 10 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1044 થઈ.

ProudOfGujarat

નડિયાદની વનીપુરા પ્રાથમિક શાળામાં માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!