Proud of Gujarat
FeaturedGujarat

આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામે 27 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામમાં આવેલ ઝાડ ઉપર નાયલોનનું દોરડું બાંધી યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરનાર ગામનો જ રહેવાસી ૨૭ વર્ષીય યુવાન મોહસીન હસન મુહમ્મદ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. યુવકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હજુ અકબંધ છે. ગામના રહેવાસી રસ્તા ઉપરથી પસાર થઇ રહયા હતા તે દરમ્યાન મોહસીન પટેલ ઝાડ ઉપર લટકતા જોતા બુમાબુમ કરી હતી અને ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતકને પોસમોટર્મ માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ગોધરા લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ અત્યાર સુધી ૨૩૭ લોકો સામે ફરિયાદ

ProudOfGujarat

વડોદરા પોલીસ કમિશનરની પહેલ, નવરાત્રીમાં રાત્રે ઘરે જવા વાહન નહીં હોય તો પોલીસ મૂકવા આવશે

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ ન આપતા સરપંચ દ્વારા પગલાં ભરવાની સત્તા આપતા ઠરાવ કરવામાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!