Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે નર્મદા જીલ્લામાં વધુ કુલ-39 પોઝિટિવ કેસ નોંધાયા.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. જિલ્લામા લોકડાઉન અને રસીકરણ વેગમા હોવા છતાં પણ કોરોના વિસ્ફોટ ઓછો થતો નથી. જે ચિંતાનો વિષય બન્યો છે. આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ થયો છે. આજે સૌથી વધુ કુલ-39 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આજે નાંદોદ તાલુકામાં 07,ગરુડેશ્વર તાલુકામાં 07, તિલકવાડા તાલુકામા 02, ડેડીયાપાડા તાલુકામાં 06 અને સાગબારા તાલુકામાં 09 કેસ અને રાજપીપલામા 08 કેસ નોંધાયા છે.

Advertisement

જોકે ગઈ કાલે 701 ના ટેસ્ટ કરાયા હતા જે તમામના રિઝલ્ટ હજી આવ્યા નથી જે પેન્ડિંગ છે. જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2600 ને પાર કરીને 2628 ઉપર પહોંચી હતી.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 23 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 16 સહિત કુલ-39 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1353,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1208 અને ટ્રુ નેટ ટેસ્ટમાં 67 દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2628 નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 23 દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1535 દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દર્દીઓ સહિત કુલ-2451 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 61 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 44 દર્દીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 54 અને વડોદરા ખાતે 15 દર્દીઓ સહિત કુલ-174 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં 625 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 965 સહિત કુલ-1590 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-43218 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 27 દર્દીઓ, તાવના 25 દર્દીઓ, ઝાડાના 22 દર્દીઓ સહિત કુલ-74 જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001762 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9046377 લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદા જિલ્લા માટે કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ સંસ્થાઓ જાહેર કરાઇ.

ProudOfGujarat

ભરૂચમા જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોકઅદાલત યોજાય.વર્ગ- ૪ ના કર્મચારીઓના હાથે દીપપ્રાગટ્ય કરી લોકઅદાલતનું ઉદ્દઘાટન કરાયું….

ProudOfGujarat

સુરેન્દ્રનગરના ચુડાની પ્રાથમિક કુમાર શાળામાં આગ લાગતાં દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!