Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : છેતરપીંડી તથા બનાવટી દસ્તાવેજનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

વડોદરા જિલ્લાના કરજણમાં છેતરપીંડી તથા ખોટા દસ્તાવેજ બનાવનાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, રેન્જ વડોદરા, ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી જિલ્લા બહાર નાસતા ફરતા આરોપી તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાની સૂચના આપતા પોલીસ ઇન્સપેકટર બી.ડી.વાઘેલાનાં માર્ગદર્શન મુજબ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમનાં જવાનો પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીનાં આધારે વડોદરા જિલ્લા કરજણ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 406, 419, 420, 465, 467, 468, 471, 120 B, 114 મુજબનાં ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી મોહસીનખાન મહેબૂબખાન સોલંકી રહે. વણાકપોર, મોટું ફળિયું, ઝઘડિયા જી.ભરૂચને પોલીસે પાલેજથી પકડી પાડયો છે. આરોપીને ઝડપી લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી એકસ્ટ્રનલ અને રેગ્યુલર સેમેસ્ટર ચારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરી ખાતે સતત પાંચમી વખત ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિયુક્તિ કરાઇ.

ProudOfGujarat

અંક્લેશ્વરની લુપીન લિમિટેડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!