Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો બન્યા બેફામ, નેત્રંગ પોલીસે 93 હજાર ઉપરાંતનાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો…

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગથી પઠારગામ જવાના મુખ્ય માર્ગ પર આવેલ નૈતિક જનરલ સ્ટોર નામની દુકાનની પાછળના ભાગે તુવેરના કરાઠા ઢગલા નીચે છુપાવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાને નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસના દરોડામાં બુટલેગર અજય નરસિંહ વસાવા રહે. પઠાર નવી વસાહત તા.નેત્રંગની ધરપકડ કરવામાં આવી છે, તેમજ અન્ય ચાર જેટલા ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી કુલ ૯૩,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. વાલિયા, નેત્રંગ, ઝઘડિયાના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં આજે પણ ખુલ્લેઆમ ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે આવા તમામ બુટલેગરો સામે પોલીસ વિભાગ લાલઆંખ કરે તે જરૂરી જણાઈ આવે છે.


Share

Related posts

ભરૂચ : સરાહનીય કામગીરી : મુખ બધિર ધ્વનિ શાળાને ઇનરવ્હીલ ક્લબ દ્વારા 25 હજાર રૂપિયાનો ચેક અપાયો.

ProudOfGujarat

 છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 

ProudOfGujarat

દાહોદ જીલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મ ની ઉત્સાહ પૂવઁક ઊજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!