Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મેહદવિયહ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

Share

હઝરત સૈયદ મુહમ્મદ જોનપુરી મેહદી-એ-મવઉદ(અ.સ)નાં જન્મ દિવસ નિમિત્તે મુર્શિદીને કિરામની રેહ્બરીમાં મેદવિયહ સમાજ દ્વારા તા ૦૧-૦૨-૧૮ ગુરૂવારના રોજ ડભોઈવાડ મોટી મસ્જિદથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું.

અલ્લાહના ખલીફા મેહદી-એ-મવઉદ હિજરી સન ૮૪૭મા ઉત્તર પ્રદેશમાં જોનપૂર શહેરમાં સૈયદ ઘરાનામાં જન્મ થયો હતો. ઈમામ મેહદી-એ-મવઉદ(અ.સ.) અલ્લાહના ખલીફા તરીકે પધારનાર તેમને કુઆર્ન શરીફનો સાચો બોધ આપી હઝરત મુહમ્મદ પયંગબર સાહબ (સ.અ.વ) ની સુન્નતો પર અમલ કરાવી પોતાની દિવ્યવાળીદ્વારા એક બીજાથી મુહબ્બત અને ભાઈચારો રાખવો એ સંદેશ આપ્યો હતો. આવી દીર્ધદર્શિ હસ્તીનો જન્મ દિવસની ઉજવણી વખતે મેહદવિયા સમાજના અબાલવૃધ મેહદવી ભાઈઓ એ જૂલુસ કાઢી પોતાની માન્યતાનો ઈઝહાર કર્યો હતો.

Advertisement

હઝરત સૈયદ મુહમ્મદ જોનપૂરી મેહદી-એ-મવઉદ(અ.સ.)નાં આ કાર્યક્રમનું આયોજન મેહદવિયહ સમાજના આગેવાનો હેઠળ જૂલુસ કમિટીના સભ્યો હારૂનભાઈ કટલરીવાળા, નીસારભાઈ નવાબ અને લિયાકતભાઈ શેરડીવાલાએ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના સબ્યોએ તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(હારૂન પટેલ)


Share

Related posts

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયુંઅંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

ProudOfGujarat

પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે આવતીકાલે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat
error: Content is protected !!