Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોવિડ સ્મશાનમાં મોતનું તાંડવ યથાવત : છેલ્લા 24 કલાકમાં કોવિડ સ્મશાનમાં 65 થી વધુ લોકોને અગ્નિદાહ અપાયા.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બનતી જોવા મળી રહી છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો વધી રહ્યો છે. જેમાં ગઇકાલ સવારથી આજ સવાર સુધી કોવિડ સ્મશાનમાં 65 થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમક્રિયા કરવામાં આવી છે. આમ જિલ્લાની અંદર કોરોના કાળમાં 2000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે તંત્રના આંકડા માત્ર હજુ સુધી 74 ઉપર જ પહોંચ્યા હોય તેમ સ્મશાન અને કબ્રસ્તાનનાં મૃત્યુ દર અને તંત્રનાં સત્તાવાર મૃત્યુના દરમાં ફેરફાર જોવા મળતા લોકોમાં પણ મામલો કોરોનાકાળ વચ્ચે ચર્ચાસ્પદ બન્યો છે.

ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના અણધાર્યા મોતથી હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ કોરોનાના પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે.
કોવિડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબો ખુલતા જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, એક તરફ વધતા મોતના આંકડા અને બીજી તરફ વધતા કેસોએ તંત્રને પણ દોડતું મુક્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : શિનોર પાસે નર્મદા નદીમાં મગરો લાશને ખેંચીને લાવ્યા કિનારે : ત્રણ મગરો વચ્ચે માનવ મૃતદેહને ખાવા હોડ જામી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ – ૧૯ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

રાજપીપળા વડ ફળીયામાં જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા, બે ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!