Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સીતપોણ ગામની સીમમાં આકાશી વીજ ત્રાટકતા 43 બકરાનાં મોત…

Share

પાલેજ : ભરૂચ તાલુકાના સીતપોણ ગામની સીમમાં આકાશી વીજળી ત્રાટકતા કરુણ ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાથી એક સાથે 43 બકરાના મૃત્યુ થયાના અહેવાલ સાંપડ્યા છે. અચાનક જ ભારે વીજ ગર્જના સાથે વીજ ત્રાટકતા પશુ ચરાવી રહેલા પશુ ચાલકો પણ હેબતાઈ ગયા હતા. પ્રચંડ કડાકા સાથે આકાશી વીજ ત્રાટકતા બકરાઓના મોત નીપજ્યા હતા. એક સાથે ૪૩ બકરાના મોતથી પશુપાલકોના માથે આભ તૂટી પડ્યું હતું. બકરાઓનાં મોતથી ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. કુદરતી આફતથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બપોર બાદ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળી કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો દરમિયાન આ કરુણ ઘટના બનતા પંથકમાં આઘાતની લાગણી ફેલાઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્વારા મિશન એવરેસ્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ પાસે હાથજમા બંધ મકાનમાં તસ્કરો ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાની ચાર નગર પાલિકાનાં પ્રમુખની કરાઇ વરણી, યુવા નેતાઓને કમાન્ડ સોંપાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!