Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં આંબલી ગામ 6 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થતાં દોડધામ.

Share

– રાજપીપળા પ્રાંત અધિકારી આંબલી ગામે પહોંચી કોરોના ગ્રસ્ત દર્દીઓને સમજાવી આમલી ગામ ખાતેના કોવીડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં રાહત.

– પ્રાંત અધિકારી કે.ડી.ભગતે નાંદોદ તાલુકાના ખુંટાઆંબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

Advertisement

– આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ રહેલી આરોગ્યલક્ષી સેવાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી જરૂરી માહિતી મેળવી હતી.

રાજપીપળા : નર્મદામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. લોકો ટેસ્ટ કરાવતા નથી, રસી મુકવા આવતા નથી અને ગામમાં બિંદાસ ફર્યા કરે છે.આવા લોકો કોરોનાનું સંક્રમણ વધારી રહ્યા છે. તાજેતરમાં નાંદોદ તાલુકાના આંબલી ગામમાં વ્યક્તિઓ કોરોના પોઝિટિવ કેસ જણાતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બાબતની જાણ અધિકારીઓને થતા રાજપીપળાના પ્રાંત અધિકારી કે.ડી. ભગતે નાંદોદ તાલુકાના ખુંટાઆબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ રહેલી આરોગ્યલક્ષી સેવાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખુંટાઆબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આંબલી ગામના 6 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળતાં અધિકારી ચોકી ઉઠયા હતા અને કે.ડી.ભગતે તુરંત જ ગામના સરપંચ, મેડીકલ ટીમ અને ગામના આગેવાનોને સાથે રાખીને આમલી ગામના આ 6 પોઝિટીવ કોરોનાગ્રસ્ત દર્દીઓને સમજાવીને આંબલી ગામ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. કોરોનાના કેસ હવે ગામડાંઓમાં વધતાં ચિંતાનો વિષય બન્યો છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં રહેતા ફહીદ કાનીની વધુ તપાસ દરમિયાન નશીલા દ્રવ્યનું નેટવર્ક બહાર આવશે ?

ProudOfGujarat

ભરૂચ : પ્રોહી મુદ્દામાલ ઇંગ્લીશ દારૂનો નાશ કરતી જંબુસર ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં હાઇવા-ડમ્મર પલ્ટી મારતાં ટ્રાફિકજામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!