Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પટેલ વેલ્ફર હોસ્પિટલમાં લાગેલ આગનો મુદ્દો ફરી હાઇકોર્ટમાં ગુંજયો, ફાયર NOC નાં મામલે થયેલ PIL મુદ્દે ભરૂચ નગરપાલિકાને હાઇકોર્ટમાં જવાબો લેવા જોડવામાં આવે તેવી શકયતા…!!

Share

ભરૂચનાં કોવિડ વેલ્ફર હોસ્પિટલમાં લાગેલ આગ મામલે હાઇકોર્ટેમાં આજે સુનાવણી ચાલી હતી, જેમાં હોસ્પિટલ ખાતે લાગેલ આગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી, હોસ્પિટલના બે બિલ્ડીંગ છે જેમાં નવા બિલ્ડીંગમાં ફાયર NOC ન હતું તે મુદ્દે થયેલ PIL માં ભરૂચ નગર પાલિકાને સુનાવણીમાં આગામી દિવસોમાં જોડવામાં આવે તેવી સંભાવના છે.

મહત્વનું છે કે વેલ્ફર ખાતે લાગેલ આગમાં ૧૮ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા તો તે અગાઉ રાજ્યની કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગના બનાવોના મુદ્દે પણ સુનાવણીમાં ચર્ચાઓ કરવામાં આવી છે, હાલ વેલ્ફર આગ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં એફ.એસ એલ સહિતના વિભાગોના રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ જ સમગ્ર દુર્ઘટના ઉપરના ચોક્કસ કારણો સામે આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ-ઉનાળા ના પ્રારંભ સાથે જ જિલ્લા માં અગ્નિ તાંડવઃ ની શરૂઆત

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજ નીચે નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પૂર્ણ થતા રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!