Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરાની મુલેર ચોકડી ખાતે બોલેરો ગાડીમાંથી અખાદ્ય ગોળના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા 3 મહિનાથી પ્રોહિબિશન કેસનાં વોન્ટેડ આરોપીઓને પોલીસ શોધતી હોય, એલ.સી.બી. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી દરોડો પાડી બુટલેગરોને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવેલ છે.

જેમાં આજરોજ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો મુલેર ચોકડી ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હાજર હતા તે સમય દરમિયાન મુલેર ચોકડી ખાતે એક શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડી નંબર GJ-16-AU-1291 ગાડીમાં અખાદ્ય જેવા ગોળના પતરાના ડબ્બા ૧૦૦ નંગ જે એક ડબ્બામા ૨૦ કિલો લેખે કુલ ૨૦૦૦ કીલો ગોળ જેની કિંમતનો ૧ કિલો ના રુ.૧૦/- લેખે કુલ રૂ.૨૦,૦૦૦/- નો તેમજ
ગાડીની આશરે કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- ગણી તમામ મુદ્દામાલની કિંમત રૂ.૩,૨૦,૦૦૦/- સાથે વગર પાસ પરમીટનો અખાદ્ય ગોળ વહન કરતા બે ઇસમો (૧) દિલીપ ગોપાલભાઇ વસાવા (૨) સંજયભાઇ ઠાકોરભાઇ વસાવાને પકડી લઇ આગળની કાયદેસરની કાયયવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાને ઘરની યાદ આવે છે કારણ કે તેની માતા મધુ ચોપરા મુંબઈમાં “હેડ્સ ઓફ સ્ટેટ” ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજી રહી છે

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચનો આ છે વિકાસ…ગંદકી વચ્ચેથી પસાર થઈ શિક્ષણ લેવા બાળકો મજબુર બન્યા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!