Proud of Gujarat
INDIAFeaturedGujarat

વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી દરમિયાન ચાલુ પ્રવચને વચ્ચે એન્કરિંગ કરતી એન્કર ઉપર સાંસદ મનસુખ વસાવા થયા ગુસ્સે..!

Share

જીતનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમમા દરમિયાન ચાલુ પ્રવચને વચ્ચે એન્કરિંગ કરતા ડિસ્ટર્બ થઈ જતા એન્કર ઉપર સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને બંધ કરો હમણાં..એવું ગુસ્સે થઈને સાંસદ પ્રવચનમા બોલતા સભામાં સોપો પડી ગયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સભા સ્થળ પર આવે એ પહેલા મંચ પર ગુજરાત સરકારના વન મંત્રી ગણપત વસાવા, ભાજપના સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, ગુજરાત ભાજપ આદિજાતિ મોરચા અધ્યક્ષ હર્ષદ વસાવા સહિત અન્ય મહાનુભવો હાજર હતા. એ દરમિયાન મનસુખ વસાવાનો પોતાના પ્રવચન દરમિયાન ગુસ્સે થઈ ગયા હતા, એમણે જાહેર મંચ પરથી કાર્યક્રમની મહિલા એન્કરને ટોકયા હતા. જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

Advertisement

બનાવની વિગત અનુસાર રાજપીપળા નજીક રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાનું વક્તવ્ય રજૂ કરી રહ્યાં હતાં. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી આદિવાસીઓના હકોની અને ગુજરાત સરકારે આદિવાસીઓના વિકાસ માટે શું શું કર્યું એની વાતો કરી રહ્યાં હતાં એ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજપીપળા આવી પહોંચી પોતાના કાફલા સાથે દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીના ભવ્ય બિલ્ડીંગના ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા.

જીતનગર ખાતેના જાહેર સમારંભમા એક બાજુ મનસુખ વસાવા પોતાનું વક્તવ્ય રજૂ કરી રહ્યા હતા તો બીજી બાજુ મહિલા એન્કર મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમની રૂપરેખા સમજાવી રહ્યા હતા. એ દરમિયાન મનસુખ વસાવાનો એકદમ ગુસ્સે થઈ ગયા હતા, એમણે મહિલા એન્કરને જાહેરમાં એમ કહી દીધું હતું કે બેન તમે 5 મિનિટ બંધ કરો. અચાનક મનસુખ વસાવા ગુસ્સામાં આવી જતા હાજર લોકોમાં પણ સોંપો પડી ગયો હતો. જોકે 5 મિનિટ બાદ મનસુખ વસાવાએ પોતાનું વક્તવ્ય ટૂંકાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત – નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલી, કેમ્બ્રિજની બોગસ ડિગ્રી બનાવી

ProudOfGujarat

અંક્લેશ્વરની લુપીન લિમિટેડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!