Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વ્હોરા પટેલ સમાજ દ્વારા તમામ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમનવ્ય થકી સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત..!

Share

વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન વિશ્વના 32 ઉપરાંત દેશીમાં સ્થાપિત વિશ્વ વ્યાપી સંસ્થા છે. ભરૂચી વ્હોરા લેટલ સમાજને સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્તિ બનાવવાના આશયથી વર્ષ 2019માં આ ફેડરેશનની શરૂઆત કરવામાં આવી હતી.

વર્ષ 2020-2021 ના ભારત દેશમાં પ્રસરેલા કોરોના મહામારીના કપરા કાળમાં સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવવાના આશયથી વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા કોરોના મહામારીના પ્રથમ ચરણમાં રૂ.1.30 કરોડના ખર્ચે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વિના 16,500 ઉપરાંતના જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટોનું વિતરણ કરીને સહાય કરવામા આવી હતી. આ ઉપરાંત ભરુચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને પીપીઇ કીટો તેમજ જિલ્લામાં કાર્યરત કોવીડ સેન્ટરો તેમજ કોવીડ હોસ્પિટલોને બાયપેપ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, પીપીઇ કીટ, ઓક્સિમીટર, કોરોનાના ઈલાજ માટે સમાજને મદદરૂપ થવાના હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું. ભરુચમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓ માટે ઓક્સિજન બેન્કની સેવા જિલ્લાભરમાં શરુ કરવામાં આવી હતી.

Advertisement

હાલ દુનિયામાં અન્ય દેશીમાં કોરીનાની સ્થિતિની સમીક્ષા તેમજ ભરૂચ -વડોદરા નામાંકિત તબીબોના માર્ગદર્શન હેઠળ કોરોના સંભવિત ત્રીજા ચરણની આગોતરા તૈયારીના ભાગ સ્વરૂપે ફેડરેશન દ્વારા યુકે સ્થિત તેમજ અલ-ખેર ફાઉન્ડેશનના સહયોગથી પ્રાપ્ત કરેલ 77 ઓક્સિજન કોન્સન્ટરેટર મશીન જે પૈકી 25 મશીન દિલ્હી ખાતે, તેમજ અન્ય પર કોન્સ્ટરેટર મશીન પૈકી બ્લોક મુંજવણ ભરૂચ-1 માં 9 મશીનો, ભરૂચ-2 માં 9 મશીનો, જંબુસરમાં 6, આમોદમાં 3, વાગરામાં 4, વડોદરામાં 5, સુરતમાં 4, મુંબઈમાં 2 તેમજ ભરૂચમાં 5 અને 5 ઓક્સિજન કોન્સન્ટરેટર મશીનોનું વિતરણ કરવામાં આવશે જેની જાહેરાત વર્લ્ડ ભરૂચ વ્હોરા ફેડરેશનનાં ડાયરેક્ટર આદમભાઈ આંબાડનગરવાળા, યુનુસભાઇ અમદાવાદી, ફારૂકભાઈ પટેલ, ઇકબાલભાઇ પાદરાવાળા દ્વારા કરવામાં આવી હતી.


Share

Related posts

મન બસિયા ગીત રીલીઝ થતાં સૌથી વધુ ગુંજારિત ગીતોમાંનું એક બન્યુ.

ProudOfGujarat

શું અભિનેત્રી કશિકા કપૂરે હોલીવુડ સુપરસ્ટાર જ્હોન સીના સાથે તેના હોલીવુડ ડેબ્યુનો સંકેત આપ્યો ?

ProudOfGujarat

“જહા કણ-કણ મે બસે ભગવાન” જાણો ક્યાં અને કેવી રીતે ઉત્સવ ઉજવાયો?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!