Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કલા ગામે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબે રસી મૂકાવી…

Share

કલા ગામે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબે રસી મૂકાવી પ્રજાજનોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી. વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજયમાં કોવિડ પ્રતિરોધક રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે સમાજમાં કેટલાક લોકોમાં રસીને લઈને ભ્રામક વાતો ફેલાઈ રહી છે અને અફવાઓને લઈને કેટલાક લોકો રસી મૂકાવવાથી દૂર રહે છે.

ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા ગામે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવાસાહેબ અને પીરે તરીકત સૈયદ વાહીદઅલી બાવાસાહેબે રસી મૂકાવીને લોકોને રસી મૂકાવવાનો સંદેશ આપ્યો હતો. હાલ સમાજમાં કોવિડ વેક્સિનને લઈને ભ્રામક વાતો ફેલાઈ રહી છે. અફવાઓ ફેલાઈ રહી છે, ત્યારે લોકોએ ભ્રામક વાતોમાં તેમજ અફવાઓથી નહીં દોરવાઈને રસી મૂકાવવી જોઈએ, રસીની કોઈ આડઅસર થતી નથી, પરંતુ કોરોના સામે લડવા માટે વેક્સિનથી શરીરમાં બનતી એન્ટી બોડીથી કોરોનાને હરાવી શકાય છે, ત્યારે તમામ લોકોએ કોરોનાને હરાવવા માટે વેક્સિન લેવી જોઈએ તે માટે પણ તેઓએ અપીલ કરી હતી.

Advertisement

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

ભરૂચ ખાતે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા ૧૩,૬૪૨ પશુ – પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરાઇ.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓરીઝોન હોટલ નજીક ટોયટો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

ભરૂચની એમીટી સ્કુલમાં અભ્યાસ કરતાં દેવ શુકલાએ રાષ્ટ્રીય કક્ષાએ શાળા તથા ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!