Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નેત્રંગ નજીક ટેમ્પા ચાલકને માર મારી ૧૫ ભેંસો ભરેલા ટેમ્પા સહિત રૂ.૯.૫૯ લાખના માલમત્તાની લૂંટ : પોલીસે વધુ તપાસ હાથ ધરી.!

Share

નેત્રંગ ડેડીયાપાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલક નિઝામ મહોમ્દ દિવાનને માર મારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

નેત્રંગથી ડેડીયાપાડા જતા રોડના ટીમરોલીયાના ઢોરાવ ઉપર કારમાં આવેલા લૂંટારુઓએ આવી ટેમ્પા ચાલક નિઝામ મહોમ્દ દિવાનને માર મારી લૂંટ ચલાવી હતી. ટેમ્પા ચાલક નિઝામ મહોમ્દ દિવાન અને તેની પત્ની પાલેજ પાસે આવેલ હલદરવા ગામેથી ૧૫ ભેંસો ભરી ધુલિયા જઈ રહ્યો હતો. રાત્રીના દોઢ વાગ્યાના આસપાસ ટીમરોળિયા ઢોરાવ પાસે કાર આડી કરી ટેમ્પોને અટકાવ્યો હતો. ત્રણ જેટલા અજાણ્યા ઈસમો ટેમ્પાની કેબીનમાં ચડી ગયા હતા અને ટેમ્પા ચાલકને માર મારી ચાલક સાથે જ ટેમ્પો હંકારી ફરાર થઈ ગયા હતા અને બાદમાં પેટ્રોલ પંપ નજીક ટેમ્પા ચાલકને ઉતારી દિધો હતો. લૂંટારુઓ ટેમ્પા ચાલક પાસેથી રૂપિયા 4 હજાર રોકડા, મોબાઈલ, રૂપિયા 1.50 લાખની કિમતની ભેંસ અને રૂપિયા 8 લાખનો ટેમ્પો સહિત રૂપિયા 9.59 લાખ રૂપિયાના માલમત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જૈન સોશિયલ ગૃપ દ્વારા ધરડા ઘર ખાતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં લમ્પી વાયરસ નાબુદી અંગે પશુપાલન વિભાગે રસીકરણ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

માંગરોળનાં પીપોદરા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500 થી વધુ પરપ્રાંતીય કામદારોને જરૂરિયાત મંદોને ભોજન કરાવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!