Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા બિરસા મુંડાની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

Share

આજ રોજ બિરસા મુંડાની ૧૨૧ મી પુણ્યતિથી નિમિત્તે ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા બિરસા મુંડાની તસ્વીરને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર આ આદિવાસી લોકનાયકની પુણ્યતિથિ નિમિત્તે ભાજપા સંગઠન ઝઘડિયા તાલુકા દ્વારા એમની છબીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ નમન અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મંત્રી વંદનાબેન, જિલ્લા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, મહામંત્રી કેતવભાઈ દેસાઈ સહિત તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.બિરસા મુંડાની પુણ્યતિથી નિમિત્તે આઝાદીની લડતમાં તેમણે આપેલ બલિદાનને યાદ કરવામાં આવ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડી વિતરણ કરાઇ.

ProudOfGujarat

તવરા મંગલમઠ કબીર આશ્રમ ખાતે પોષ સુદ પૂનમ ની ઉજવણી કરાય

ProudOfGujarat

ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ-મુખ્યમંત્રી દ્વારા કરાયું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!