Proud of Gujarat
FeaturedGujaratINDIA

દમણથી પરત ફરતા અંકલેશ્વરના પરિવારની કારનો અકસ્માત : બે બાળકો સહિત ત્રણના મોત.

Share

અંકલેશ્વરથી દમણ ફોઈના બેસણામાં આવેલો અલ્તાફ કાંચવાલા, પત્ની રફત અને બાળકો અરમાન અને મન્નત તથા બહેન નસ્લિમ રફીક મરચન ભાણેજ ખુશી તથા અન્ય મિત્રના પરિવાર સાથે દમણ શોક સભામાં હાજરી આપી રાત્રે અંકલેશ્વર ઘરે પરત ફરી રહ્યાં હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર લાગી કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર બે બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ કાંચવાલા તેની પત્ની અને બે બાળકો તથા બહેન અને ભાણેજ સાથે કાર નં. GJ-16-CB-3513 દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા. જ્યાં રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યાં હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે અલતાફની કાર આગળ ચાલતી ટ્રક ન. GJ-15-YY-8889 ને અલતાફે ટક્કર મારી કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી.

ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. કારમાં સવાર અલ્તાફ, તસ્લિમબેન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. પાછળ આવી રહેલા અન્ય કાર નં. GJ–05-CE-5645માં પાછળ આવી રહેલા પરિવારના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. હાઇવે ઉપરના રાહદારીઓએ ઘટનાની જાણ 108 અને રૂરલ પોલીસને બનાવની જાણ કરી હતી.

રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બે બાળકી મન્નત અને ખુશી તથા રફત કાંચવાલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રૂરલ પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ન્યુઝ ચેનલનાં એન્કર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર શબ્દો ઉચ્ચારનાં વિરોધમાં ઝઘડીયા મામલતદારને આવેદન.

ProudOfGujarat

રાજપીપળા પાલિકાની ઘોર બેદરકારી : ત્રણવાર અરજી કરવા છતાં ગટરો સાફ નહીં કરાવતા રોષ.

ProudOfGujarat

ગાંધીનગર – નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ટૂંક સમયમાં તેનું ઑફ-કેમ્પસ ઉત્તરાખંડમાં શરુ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!