Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર પશુઓ ભરી જઈ રહેલો આઇસર ટેમ્પો ઝડપાયો…

Share

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાં આવેલા વલણ ગામની સીમ પાસેથી ગેરકાયદેસર પશુઓ ભરી જઈ રહેલો ટેમ્પો ઝડપાયો હતો. અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના અધ્યક્ષ નેહાબેન પટેલનાઓએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ પોતાની ગાડી લઈ કામ અર્થે સુરત જઈ રહ્યા હતાં. ત્યારે કરજણ તાલુકાના ને.હા.48 ભરથાણા ટોલનાકુ પસાર કરી આગળ જતાં તેઓની આગળ ચાલતી એક આઈશર ટ્રકમાં ગાયો ભેંસો જેવા પશુઓ ભરેલા હોય તેવું જણાઈ આવતાં તે કાયદેસર કે ગેરકાયદેસર પરિવહન થાય છે તે માટે અગ્નિવીર પ્રાણીના કાર્યકર્તાઓ હોય એ બાબતે તપાસ કરવા ટ્રકની ઓવરટેક કરી આગળ લઈ જઈ ઇશારાથી ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

છતાં પણ તે ઉભી નહિ રાખતા પુરઝડપે ભરૂચ તરફ હંકારી દેતાં કરજણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ફોન નહિ લાગતાં 100 નંબર પર કોલ કરી વડોદરા કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેેેથી પોતાની ગાડી ટ્રકની ઓવરટેક કરી ઉભી કરી દેતાં ટ્રકના ચાલકે પોતાની ટ્રક ઊભી રાખી રોંગ સાઈડ વડોદરા તરફ ભાગવા આઈશરને વાળવા જતાં કરજણ તાલુકાના વલણ ગામની સીમમાં બોમ્બે હોટલ સામે રોડની બાજુમાં ખાડામાં ઉતારી દીધી હતી. જ્યાં થોડીવારમાં કરજણ પોલીસ આવી પહોંચતાં જીવદયાના સભ્યો અને પોલીસે ટ્રકને બાંધેલી તાડપત્રી ઉંચી કરીને જોતાં ટ્રકમાં ઘાસચારો કે પાણીની સગવડ વિના ખીચોખીચ ભરી દોરડાં વડે મોંઢેથી મુશ્કેતાટ બાંધેલી હાલતમાં 19 જેટલી ગાયો અને એક વાછરડું જણાઈ આવ્યા હતા.

Advertisement

જેમાં પાંચ ગાયો એકબીજા ઉપર પડેલી હાલતમાં હોય આઈશરમાં મરણ ગયાનું જણાઈ આવ્યું હતું. સદર ગાયોની હેરાફેરી બાબતે ટ્રકના ચાલકની પૂછપરછ કરતાં કોઈ પાસ પરમિટ ન હોય અને તેનું નામ કમલેશભાઈ શનાભાઈ ચૌહાણ રહે. પંજાબનગર વલણ, તા.કરજણ જણાવ્યું હતું. તેમજ ગાયો ટ્રકના માલિક સમીરભાઈ મુસાભાઈ પટેલ રહે. સાંપા, તા. કરજણ નાઓએ કોઈ અજાણ્યા ઇસમના કહેવાથી ડભોઈની આગળ આવેલ પણસોલી કે સીધીયાપુરા ગામેથી ભરાવેલી હોય સુરત ખાતે લઈ જવાની હોય તેમ જણાવ્યું હતું. પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરી ત્રણ ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદર આઈશરને ખાડામાંથી બહાર કાઢાવી કતલખાને લઈ જવાતી ગાયોને કરજણ મિયાગામ પાંજરાપોળ ખાતે છોડવામાં આવી હતી.

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ કેરાળના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત…

ProudOfGujarat

વિરમગામ શહેરના સોસાયટી વિસ્તારમાં ટ્રેક્ટર વાટે માટી ઠાલવતા શ્રમિક પરીવાર ની 16 વર્ષની બાળકી નુ સારવાર મોત નિપજ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : ગેરકાયદેસર કેમિકલ નિકાલ કરતા ઝડપાયેલ અંકલેશ્વર ની સહજાનંદ કેમિકલ ને ક્લોઝર અને ૫૦ લાખ ના દંડ સહિત ની થયેલ સખ્ત કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!