Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : હાંસોટના રાયોટીંગ અને મારામારીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા એક ઈસમને ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન ગુનાઓ વધી રહ્યાં છે. જેને ડામવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જાણે ગુના કરનારાઓને પોલીસ તંત્રનો કોઈ જ ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાનૂની કામોને અંજામ આપી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરુચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તંત્ર હરકતમાં આવ્યું છે.

ભરૂચ એલ. સી.બી. ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં આજરોજ મળેલ બાતમીને આધારે હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2017 માં નોંધાયેલ રયોટિંગના ગુનામાં તેમજ ગત 2019 માં નોંધાયેલ મારા મારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી અબ્દુલખાલિક ઇકબાલ ગામત રહે, હાંસોટને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને અંકલેશ્વર પોલીસે આગળની કાર્યવાહી કરવા હાંસોટ પોલીસને કામગીરી સોંપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા “અમને ખોરકની જરૂર છે નહિ કે તમાકુની” થીમ સાથે સાયકલ રેલી યોજાઈ

ProudOfGujarat

અમદાવાદ : 26 વર્ષીય મેઘના બ્રેઈન ડેડ થતા પરિવારે વિવિધ અંગો દાન કર્યા.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે મોહરમ તહેવાર નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!