Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનોખી ઉજવણી : ભરૂચ : ’73 મા ચાર્ટર્ડ એકાઉટન્ટસ ડે’ નિમિત્તે ‘ICAI ભવન’ ખાતે ‘બ્લડ ડોનેશન’ અને ‘ટ્રી પ્લાન્ટેશન’ કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ ‘નવા રોટરી ઈન્ટરનેશનલ વર્ષની શરૂઆત’ તેમજ ’73 મા ચાર્ટર્ડ એકાઉ્ટન્ટ્સ ડે’ નિમિત્તે ‘રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી’ અને ભરૂચ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI એ દ્વારા ‘ICAI ભવન’ ખાતે ‘બ્લડ ડોનેશન’ અને ‘ટ્રી પ્લાન્ટેશન’ કાર્યક્રમનુ આયોજન કરી ઉજવણી કરવામા આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ICAI ભવનમાં ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના મહામારીના લીધે જીવ ગુમાવેલ લોકોને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી. કોરોનાના કપરા સમયમાં ઓક્સિજન અને લોહીની જરૂરિયાતનો અંદાજો સૌને છે. આથી જરૂરિયાત મંદોને લોહી અને કુદરતી ઓક્સિજન વધે એવા ઉદ્દેશ્યથી આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે ખૂબ સરાહનીય છે. આજ રોજ ૭૩મો CA દિવસ હોવાથી વૃક્ષારોપણમાં ૭૩ જેટલા વિવિધ ‘રોપા’ રોપાયા અને રક્તદાન શીબિર માં કુલ ૩૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ‘ભરુચ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI’ ના ચેરમેન CA અક્ષર મેહતા, WICASS ચેરમેન અને આજના પ્રોજેક્ટ કોરડીનેટર મહાવીર જૈન, પૂર્વ ચેરમેન અને સભ્યો, વિદ્યાર્થીઓ, તેમજ રોટરી કલબ ઓફ નર્મદા નગરીના પ્રમુખ રોટેરિયન નિર્મલસિંહ યાદવ, સચિવ વિજય ચૌહાણ, પ્રોજેક્ટ ચેરમેન મૌનેશ પટેલ અને અન્ય સભ્યો, રોટરેક્ટ ક્લબ તરફથી પૂજા વિભાંડિક અને સૌરભ કાયસ્થ એ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પહેલા કામ ક્રોધ લોભ મોહ રૂપી રાવણનું દહન કર પછી હું તને ભરપુર પ્રેમ કરીશ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ:ત્રીજી લહેરને ધ્યાને રાખીને કામગીરી આંરભાઈ

ProudOfGujarat

અદાણી ટોટલ ગેસ લિ.એ ’’કોર્પોરેટ્સ દ્વારા માર્ગ સુરક્ષામાં ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા’’ માટેનો એવોર્ડ જીત્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!