Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બાયપાસ નજીક આવેલ અમન પાર્ક સોસાયટીમાં વાહન ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

Share

ભરૂચ બાયપાસ નજીક આવેલ અમન પાર્ક સોસાયટીમાં વાહન ચોરીની નિષ્ફળ ઘટના સામે આવી છે. સોસાયટીમાં વાહન ચોરી કરવા આવેલ ચોરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બે જેટલા ચોરો નજરે પડ્યા હતા. જે મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી.

ભરૂચ બાયપાસ નજીક આવેલ અમન પાર્ક સોસાયટીમાં વાહન ચોરી માટે બે ઇસમો ત્રાટક્યા હતા જેઓ એક ઇકો ગાડી ચોરવાના ઇરાદે સોસાયટીમાં ઘુસ્યાં પરંતુ તસ્કરોએ વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. જોકે બે ઇસમો સોસાયટીના સીસીટીવી કેમેરામાં ચોરી કરતાં કેદ થઇ જવા પામ્યા હતા.

ઘટના અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે પણ સ્થળ તપાસ કરી હતી પોલીસે સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુબીર તાલુકાના ખાંભલા કેન્દ્રમાં વાર્ષિક શૈક્ષણિક સંમેલન યોજાયું.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ સેવા સદન ખાતેથી મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!