Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આગામી મોહરમના તહેવાર નિમિત્તે નબીપુર સહિત પો.સ્ટે. વિસ્તારમાં આવતા કેટલાક ગામોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ.

Share

શુક્રવારે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી થાય તે હેતુસર નબીપુર પોલીસ મથકના PSI એ.કે જાડેજા દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખી ફ્લેગમાર્ચ યોજી હતી. મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી કરે તે હેતુસર PSI એ.કે જાડેજાના નેતૃત્વ હેઠળ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગાઉ પણ પોલીસ મથકે વિવિધ ગામોના સરપંચો તેમજ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી ત્યારબાદ આજરોજ નબીપુર સહિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનેક ગામોમાં ફ્લેગમાર્ચ યોજી શાંતિ જાળવી રાખવા અનુરોધ કરાયો હતો. આ વેળાએ નબીપુર પોલીસ મથકના PSI એ.કે જાડેજા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી સફળ ફ્લેગમાર્ચ યોજી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદના ઉત્તરસંડામાં સી.આર.પાટીલના હસ્તે વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

નાગાલેન્ડના હથિયાર પરવાનાના આધારે સિંગલ બેરલ બંદુક-10 કારતૂસ વાપરનાર સિક્યુરિટી ગાર્ડ ઝબ્બે

ProudOfGujarat

x કે X, સાચું શું..? ધોરણ-5 અને 8નાં પાઠ્યપુસ્તકોમાં સામે આવ્યાં છબરડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!