Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ભરૂચ અને સાયકલીસ્ટ ગૃપ‌ના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

Share

જેસીઆઈ ભરૂચ અને ભરૂચ સાયકલીસ્ટ ગુપના સહયોગથી પર્યાવરણના રક્ષણ માટે સાયકલ ચલાવો, પર્યાવરણ બચાવોનાં સંદેશ સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.આયોજિત રેલીને ભગુભાઇ પ્રજાપતી પ્રીન્સીપાલ નારાયણ સ્કુલ, જેસી જગદીશભાઈ પટેલ પ્રમુખ જેસીઆઇ ભરૂચ, જયસીલભાઈ મોદી માર્કેટીગ હેડ- અમુલ તેમજ જેસી પુસ્કરભાઈ જોષી, જેસી મયુરિકાબેન રાજપુત, અને રાજવીરસીંહ ઠાકોરે પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલી ભરૂચ શહેરના આઇનોક્સ ઝાડેશ્વરથી ક્સક સ્ટેશન, પાંચબતી, શક્તિનાથ સર્કલ થઈને માતરીયા તળાવ પહોંચીને સંપન્ન થઇ હતી. રેલીમાં નારાયણ સ્કુલના વિદ્યાથીઓ, ભરૂચ સાયકલીસ્ટના સભ્યો તેમજ જેસીસના સભ્યો થઈ ૧૨૦ થી વધુ સભ્યો જોડાયા હતા. રેલી સમાપન પ્રસંગે સૌને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમુલ તરફથી સૌને ફ્લેવર્ડ દુધની બોટલ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. પ્રોજેકટ ઈન્ચાર્જ જેસી જગત જોષી અને જેસી વિક ચેરમેન જેસી દીશા ગાંધી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

જામનગરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

કાંકણપુર ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોવિડ રસીકરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : આઉટસોસિંગ તથા ફિક્સ (કોન્ટ્રાકટ બેઝ) ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!