Proud of Gujarat
FeaturedGujaratINDIASportUncategorized

ટંકારીયા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વાગરાની ટીમનો ભવ્ય વિજય…

Share

 
 સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગતરોજ ટંકારીયાના સ્પોર્ટસ ક્લબ મેદાન પર જંબુસર અને વાગરાની ટીમો વચ્ચે યોજાઈ હતી. યોજાયેલા રોમાંચક મુકાબલામાં વાગરાની ટીમનો 109 રને ભવ્ય વિજય થતા વાગરાની ટીમના ખેલાડીઓમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું. પ્રથમ બેટિંગ સાથે જીતના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઉતરેલી વાગરાની ટીમે નિર્ધારિત ૩૦ ઓવરમાં ૩૨૧ જેટલો જંગી રનનો જંગી જુમલો ખડક્યો હતો. જેમાં મકબુલ પટેલે ફાંકડી ફટકાબાજી સાથે ૧૬૬ રન ફટકાર્યા હતા જ્યારે ફારૂક ફૂલેના ૩૦ અને જલાલ પટેલના ૪૮ રન મુખ્ય હતા.
જંગી જુમલાને અાંબવા મેદાને ઉતરેલી જંબુસર ટીમના બેટસમેનો નિષ્ફળ નિવડતા જંબુસરની ટીમ ૨૧૨ રન બનાવી ઓલઆઉટ થઇ જતા વાગરા ની ટીમનો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તથા ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઇરફાન પઠાણના હસ્તે સંયુકત રીતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઇ હતી. અહેમદભાઈ પટેલે ટંકારીઆના મેદાનના વિકાસ માટે રૂપિયા રૂપિયા દસ લાખ ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરતા ગ્રામજનોમાં હર્ષ વ્યાપી જવા પામ્યો  હતો તેમજ ભરૂચ જિલ્લાના બાંધકામ સમિતિના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજે પણ  મેદાનના વિકાસ માટે રૂપિયા છ લાખની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અહમદભાઈ પટેલે તેમના ટૂંકા વક્તવ્યમાં ક્રિકેટની રમત ઉપરાંત જીવનમાં પણ ખેલદિલી રાખવા પર ભાર મુક્યો હતો.
તદુપરાંત આમંત્રિત મહેમાનોમાં ઇશ્તિયાકભાઈ પઠાણ, ભરૂચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અનિલભાઈ ભગત, યુનુસ અમદાવાદી, ગુજરાત ટુડે ના તંત્રી અને ટંકારીઆ પુત્ર અઝીઝ ટંકારવી, જયેશ પટેલ, સુલેમાનભાઈ જોળવાવાળા, મહેન્દ્રસિંહ રાજ, માજી રણજી ક્રિકેટર સલીમ વૈરાગી, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, આદમભાઇ આબાદ નગરવાળા તથા વિદેશથી પધારેલા યાકુબ બાજીભાઈ ભૂત, ઇલ્યાસભાઈ સારી બુટવાળા, ઐયુબભાઈ મીયાંજીનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ફાઇનલ મેચનું સફળ સંચાલન ટંકારીઆના પુત્ર અબ્દુલ્લાહ યુસુફ કામથી તેમજ અારીફ બાપુજીએ કર્યું હતું. ફાઇનલ મેચમાં ખુબ જ વિશાળ સંખ્યામાં ક્રિકેટ રસીયાઓએ ઉમટી પડી મેચની મજા માણી હતી. ફાઇનલ મેચમાં ઇરફાન પઠાણ ક્રિકેટ રસિકો માટે  મુખ્ય અાકર્ષણનું કેન્દ્ર બન્યા હતા…

Share

Related posts

નડિયાદ : જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત યુવક-યુવતીઓ માદરે વતન જઇ દેશી રમતો રમ્યા

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગામે સાડી સળગતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

માંગરોળ : ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા માનવ સમાજનું મનોબળ મજબૂત કરતો હકારાત્મક સંદેશ અપાયો.

ProudOfGujarat
error: Content is protected !!