Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લગ્ન ન થતા ચિંતાતુર બનેલા સીતપોણ ગામનાં યુવકે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી…

Share

ભરૂચ તાલુકાના સીતપોણ ગામના એક યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલભાઈ છીતુભાઈ વસાવા ઉ.વ. ૨૯ પોતાના લગ્ન ન થવાના કારણે ચિંતામાં હતા. ચિંતામાં ડૂબેલા મંગલ નામના યુવાને પોતાના ઘરમાં લાકડા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.

ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટના સંદર્ભે વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે. યુવકે જીવનલીલા સંકેલી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

રાજકોટનાં મેટોડા GIDC માં આવેલ ફેકટરીમાં બ્લાસ્ટ : ૪ શ્રમિકો દાઝ્યા, એકનું મોત.

ProudOfGujarat

સ્ક્રેટીંગ ઇન્ડિયાએ સુરતમાં આધુનિક શ્રિમ્પ અને ફીશ ફીડ સુવિધા લોન્ચ કરી

ProudOfGujarat

દેડીયાપાડા : મહીલા પર તાંત્રિક વિધિ કરવાના બહાને અડપલા કરી દુષ્કર્મ કરનારને પકડી પાડતી સાગબારા પોલિસ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!