Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સોનેરી મહેલ વિસ્તારમાં બે માળનું મકાન ધરાસાઈ થતા અફરાતફરી, એક મહિલા ઇજાગ્રસ્ત…

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ ઠારની ખડકી વિસ્તારમાં સાંજના સમયે અચાનક એક બે માળનું મકાન ધરાસાઈ થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે સર્જાયેલ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

ઠારની ખડકી વિસ્તારમાં આવેલ દુર્ઘટના ગ્રસ્ત મકાનની બાજુમાં આવેલ મકાનને ઉતારવાની કામગીરી છે તે ચાલી રહી હતી દરમિયાન અચાનક બાજુમાં આવેલ બે માળનું મકાન તૂટી પડતા આસપાસ વસતા સ્થાનિકોમાં ભારે દોડધામ મચી હતી,સમગ્ર ઘટનામાં નજીકમાં રહેતા એક મહિલાને પગના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બનાવ સ્થળને કોર્ડન કરી લઇ સ્થિતિ સંભાળી હતી,સાંજના સમયે બનેલ અચાનક ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર લોકટોળા પણ જામ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ ટી વિભાગ ની ગંભીર બેદરકારી સામે આવી નિયમ કરતા વધુ મુસાફરોને મુસાફરી કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ વ્યાપી ગયો છે…..

ProudOfGujarat

વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજા રોજગાર મેળાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝંધાર ગામના શુટરે વડોદરા જીલ્લા કક્ષાએ પીપ સાઇડ વેપન ફાયર આર્મમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!