Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાડોશી સાથે સામાન્ય બોલાચાલીનાં પગલે લાગી આવતા મહિલાએ આત્મહત્યા કરી…જાણો કયાં?

Share

ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પડોશી સાથે ઝઘડો થતાં લાગી આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો.

આ બનાવની વિગત જોતાં જૂના ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પાડોશી સાથે બોલાચાલી થતાં લાગી આવતા બે સંતાનોની માતાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બહારની ઉંડાઇ ખારવાવાડની મસ્જીદની બાજુમાં રહેતા મહંમદ હુસૈન ગુલાબ મહંમદ શેખ પત્ની તથા બે સંતાનો સાથે રહેતા હતા દરમિયાન તેમની પત્ની સકીનાબાનુને પાડોશમાં રહેતા આસિફાબાનુ સાથે ગટરના પાણી બાબતે બોલાચાલી થતા આ બાબતે લાગી આવતાં રસોડામાં જઈ ગળે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની જાહેરાત પતિ મહંમદ હુસૈન શેખે ભરૂચ સિટી પોલીસને આપી હતી. આમ ગટરના પાણીનો વિવાદનાં પગલે સકિનાબાનુ એ આત્મહત્યા કરી લીધી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ના ઉટીયા ગામ ખાતે આંક ફરક નો જુગાર રમતા બે આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

માંગરોળ તાલુકા વાંકલ ખાતે કાર્યરત શ્રી. એન. ડી. દેસાઈ હાઈસ્કૂલ ખાતે પ્રથમ કસોટીનો પ્રારંભ.

ProudOfGujarat

મંત્રી પદમાં સામેલ થવા માટે અલ્પેશ, હાર્દિક અને રીવાબા પર સસ્પેન્સ, ફોન નથી આવ્યો એ વિશે શું કહ્યું?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!