Proud of Gujarat
FeaturedGujaratINDIA

“વિશ્વ દિવ્યાંગ દિન” નિમિત્તે કલરવ સ્કુલ ભરૂચ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

“વિશ્વ દિવ્યાંગ દિન” નિમિત્તે કલરવ સ્કુલ ભરૂચ ખાતે “મતદાર જાગૃતિ” કાર્યક્રમ જિલ્લા ચૂંટણી શાખા કલેક્ટર કચેરી – ભરૂચ દ્વારા યોજવામાં આવેલ. આ વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ભોગયતા, ભરૂચ ગ્રામ્ય મામલતદાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દિવ્યેશભાઈ, કલેક્ટર કચેરીના કર્મચારીગણ, કલરવ સ્કુલના સેક્રેટરી નિલાબેન મોદી વગેરે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી “વિશ્વ દિવ્યાંગ દિન” ની સૌને શુભેચ્છા પાઠવી દિવ્યાંગ મતદારોની મતદારયાદીમાં નામની પ્રથમવાર નોંધણી કરવામાં આવી હતી તથા કલરવ સ્કુલના બાળકો દ્વારા વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ.

ProudOfGujarat

ભરૂચ : રીક્ષા સાથે બાઇક અથડાતાં બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલકે રીક્ષા ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી.

ProudOfGujarat

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!