Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આશા વર્કર બહેનોનો મેડિકલ ઓફિસર સામે રોષ ભભૂકી ઉઠયો… જાણો કેમ ?

Share

ભરૂચ જિલ્લાની આશા વર્કરો સાથે વખતો વખત અન્યાય થાય છે ત્યારે આશા વર્કરો દ્વારા વિવિધ સ્તરે અરજીઓ આપવામાં આવે છે. આવો જ એક દેખાવો અને હડતાળ તાજેતરમાં ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા પાસે માંડવા PHc આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલ આશા વર્કર બહેનોએ કર્યો હતો.

આશા વર્કર બહેનોના જણાવ્યા અનુસાર માંડવા PHC સેન્ટરના તબીબી અધિકારી દ્વારા આશા વર્કર બહેનોને માનસિક ત્રાસ આપવામાં આવે છે. કેટલીક આશા વર્કર બહેનોએ તો મેડિકલ ઓફિસર સામે નાણાકીય ભ્રષ્ટાચારના પણ આક્ષેપ મુકયા હતા. તે સાથે એમ પણ જણાવ્યુ હતું કે ખોટા બિલો મૂકવા અંગે ફરજ પાડવામાં આવે છે, 30 કરતાં વધુ બહેનો દ્વારા અરજી આપી ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય ખાતામાં રજૂઆત કરવામાં આવી હતી. સાથે એમ પણ જણાવ્યુ હતું કે માંડવ PHC ના મેડિકલ ઓફિસર ગમે ત્યારે મિટિંગ બોલાવીને આશા વર્કર બહેનોને કલાક સુધી બેસાડી રાખે છે પછી મિટિંગ ચાલુ કરે છે. તો આવી રજૂઆતના પગલે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આશા વર્કર બહેનોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ સમસ્યા જાણ્યા બાદ સ્થાનિક ચૂંટાયેલા આગેવાનોએ ઉપલા સ્તરે પણ રજૂઆત કર્યા હોવાનું જાણવા મળેલ છે. આ રજૂઆતમાં કેટલાક લોકોએ ગણગણાટ કર્યો હતો કે કોઈ અધિકારી નશામાં પણ આવે છે જોકે આ બાબતનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો નથી.

Advertisement

Share

Related posts

માંગરોળ : કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ગાય, વાછરડા ભરેલી પીકઅપ ગાડી પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ચોરી : તસ્કરો સી.સી.ટી.વી. માં કેદ.

ProudOfGujarat

ગુજરાતમાં બાયોટેક સેક્ટરમાં એક જ દિવસમાં 2 હજાર કરોડના રોકાણો માટે 15 કંપનીઓએ MOU કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!