Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જલારામ સિઝનલ સ્ટોલમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો.

Share

ભરૂચમાં શક્તિનાથ સર્કલ ખાતેથી જલારામ સીઝનલ સ્ટોલમાંથી પોલીસે બે હજારથી વધુની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પકડી પાડયો છે.

આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં ચાઇનીઝ તુક્કલ તથા સિન્થેટીક મટિરિયલ, ટોકસીન મટિરિયલ, પ્લાસ્ટિક મટીરિયલથી તૈયાર કરેલ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય તેમ છતાં ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે જલારામ સીઝનલ સ્ટોલમાં આ પ્રકારની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરાતું હોય આથી “એ ડિવિઝન” પોલીસ પેટ્રોલીંગમાં હોય તે સમયે બાતમીના આધારે જલારામ સીઝનલ સ્ટોલમાં તલાશી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકા નંગ – 11, અંદાજીત કિં.રૂ.250/- કુલ રૂ.2750/- સાથે દુકાન માલિક રૂપેશ રાજુભાઇ કાયસ્થ ઉ.વ.34, ધંધો-વેપારી, રહે. બી-63,સ્વતિક સોસાયટી, જે.બી.મોદી પાર્ક સામે, ભરૂચનાને પોલીસે રંગેહાથ પ્રતિબંધિત દોરાનું વેચાણ કરતાં ઝડપી પાડયો છે.

Advertisement

Share

Related posts

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ પેસેન્જર ટ્રેન 28 જુલાઈ સુધી રદ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ શહેરના માર્ગો પર અડિંગો જમાવી બેસતા રખડતા ઢોર આખરે પાલિકાએ હટાવી પાંજરાપોર ખસેડયા..!

ProudOfGujarat

માંગરોળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તાલુકાના ધારાસભ્ય માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!