Proud of Gujarat
GujaratFeaturedINDIA

ને.હા. 48 નબીપુર ઝનોર ચોકડી પર અજાણ્યા વાહને મોટર સાઈકલને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના નબીપુર નજીક અજાણ્યા વાહનની ટક્કરે મોટર સાયકલ સવારને ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શાહપુરા ગામના રહીશ હિતેશભાઈ ભીખાભાઇ પટેલ નબીપુરથી પોતાના ગામ જવા નબીપુર ઝનોર ચોકડીથી મોટરસાયકલ લાઇ પસાર થઈ રહયા હતા. તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઇજાઓ થતા તેમને નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. નબીપુર – ઝનોર ચોકડી ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય સ્પીડ બ્રેકર બનાવવા જરૂરી બની ગયા છે. તંત્ર દ્વારા નબીપુર – ઝનોર ચોકડી પાસે સ્પીડ બ્રેક્રર મૂકવા લોકમાગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં કાચા મકાનનો સ્લેપ પડી જવાના બનાવમાં એક મહિલાનું મોત…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ પાસેની સફેદ કોલોનીમાં ગાંધી-૧૫૦ ની ઉજવણી સંપન્ન…

ProudOfGujarat

ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે એનએમસી (નેશનલ મેડિકલ કમિશન) બીલના પ્રતિકાત્મક વિરોધ સાથે તમામ તબીબો સામાન્ય તબીબી સેવાથી અળગા રહ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!