Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના પાલેજ સ્થિત ચિશ્તીયા નગર ખાતે મુસ્લિમ કડીવાલા સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હજરત મોટામિયાં ઐતિહાસિક ગાદી પ્રેરિત મુસ્લિમ કડીવાલા સમાજનો યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ પાલેજ ચિશ્તીયા નગર ખાતે યોજાયો હતો.

જેમાં કડીવાળા સમાજના આઠ યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મૌલાના ફારૂક અશરફી દ્વારા તિલાવતે કુરાન શરીફની આયતો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સલીમ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા સૈયદ મતાઉદ્દિન બાવા ચિશ્તી સાહેબે હાજરજનોને સંબોધનમાં જણાવ્યું હતું કે કીમતી સમયનો ભોગ આપી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ હું આપ સૌનો કડીવાળા સમાજ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે નવયુગલોને મુબારક બાદી પાઠવી સુંદર શેર રજુ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું જીવનના જંગને જીતીને અવતાર સાર્થક કરવાનો છે. આપણું જીવન અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બને વિવેક જાળવી ભલાઈ માટે નિમિત્ત બનીએ એ મહાનેકી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લગ્ન જીવનને સફળ બનાવવા માટે બે ઘટકો છે. સૌથી પહેલું ઘટક સંતોષ અને બીજું સમજણ આ બે ઘટક હશે તો તમે તમારી જીવન નૈયાને પાર કરી શક્શો. આપણે જેટલા ઉંચા જવું હોય તો વિચારોને ઉંચા કરવા પડશે. હજરત ખ્વાજા ફરીદ બાવા સાહેબે આ માર્ગ અમોને બતાવ્યો હતો. તમામનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. ચોખરુ આયોજન સમિતિનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ભવિષ્ય માટે તમામ સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તમામ સમાજને લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ઉન્નતી અને પ્રગતિ માટે દુઆ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સલીમ પટેલ સેગવાવાળા, ઈમ્તિયાઝ કડીવાળા, ઈમ્તિયાઝ મોદી, રફીક કડીવાળા, શિરન કડીવાળાએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરતના ભાગળ રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરમાં ઘડિયાળની દુકાનમાં આગ લાગી.

ProudOfGujarat

લોક ડાઉન વચ્ચે મદદમાં સલમાનની આગળ સરકારો પણ ફેલ? કંઈ રીતે બન્યા જરૂરતમંદ લોકોના સુપર હીરો સલમાન,જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં આજે બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!