Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં આજે બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજરોજ વધુ બે કોરોના સંક્રમિત કેસો બહાર આવતા કોરોના સંક્રમણનો આંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૯ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ ઝઘડિયાના લીમોદરા ગામે રહેતા હસમુખભાઈ પરસોત્તભાઇ પાટણવાડીયા ઉ.વ ૪૦ તથા મીઠામોરા ગામના ધર્મેશ નરેશભાઈ વસાવા ઉ.વ ૩૦ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉંચો આવી રહયો છે જે હાલમાં ૪૯ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએસસી દ્વારા લીમોદરા તથા ધારોલી પીએચસી દ્વારા મીઠામોરા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. ઝઘડિયા પીએસસી દ્વારા ૧૪ પરીવારના સર્વે કરી ૭૯ જેટલા સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે. ઝઘડિયામાં દિવસે દિવસે કોરોના સંક્રમિત કેસો રોજિંદા વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે.વધી રહેલા કોરોના સંક્રમણને પગલે જનતામાં ભયની લાગણી જોવા મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

સુરત ખાતે આવી પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું, જે લોકો વંદે માતરમ ન બોલી શકે તેવા લોકોએ દેશ છોડી દેવો જોઈએ.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શાળાઓનું ધો.10 અને ધો.12 નું ઝળહળતું પરિણામ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોલીસ અને સામાજિક સંસ્થાઓ લોકોને ભોજન કરાવીને તેમને તેમના વતન મોકલવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ડંડા મારતી આ પોલીસનું સ્વરૂપ જોઈને ભરૂચ જિલ્લાના લોકો પણ તેમની આ સેવાને સલામ કરી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!