Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સામી પટેલે અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ.

Share

ભરૂચની સોયાબ પાર્ક સોસાયટીમાં રહેતા સામી રિયાઝ પટેલ પ્રતિવર્ષ પોતાનો જન્મદિન અનોખી રીતે ઉજવણી કરે છે. ગત વર્ષે કોરોના કાળ દરમ્યાન તેને પોતાનો જન્મદિવસ લોકોને માસ્ક વિતરણ કરી મનાવ્યો હતો. આ વર્ષે તેને પોતાનો છઠ્ઠો જન્મદિવસ વોર્ડ નંબર 2 માં ત્રણ કુવા પાસે આવેલ આંગણવાડીના બાળકો સાથે ભેગા મળી કેક કાપી બાળકોને અલ્પાહાર આપી ઉજવ્યો હતો.

આધુનિક સમયમાં લોકો પોતાના બાળકોનાં જન્મદિવસમાં મોટા આયોજનો હાથ ધરતા હોય છે ત્યારે આ બાળક અને તેના પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકો સાથે જન્મદિનની ઉજવણી એક અનોખી પણ કહી શકાય છે. સામી પટેલ દ્વારા તેના જન્મદિવસ નિમિત્તે આનંદ ઉલ્લાસથી આંગણવાડીના બાળકો સાથે ઉજવણી કરવામાં આવતા આંગણવાડીના કાર્યકરો દ્વારા પણ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદના કોઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જંબુસર પાદરા રોડ ઉપર વડુ ગામ પાસે વિદ્યાર્થોએ બસ રોકી ચક્કાજામ કર્યો.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ભારે હોબાળા વચ્ચે ગણતરી ના સમય માં સંપન્ન થઇ હતી………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!