Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર લગાવાયેલ કલમો દૂર કરવાની માંગ સાથે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર..!

Share

ગુજરાત રાજ્યમાં એક બાદ એક પરીક્ષાઓમાં ગેરરીતી અને પેપર ફૂટ્યા જેવા આક્ષેપો કરી ઘટનાથી લોકોને માહિતગાર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની થોડા દિવસો અગાઉ ગાંધીનગર ખાતે પોલીસ કર્મી પર ગાડી ચઢાવી દેવા જેવા ગુન્હામાં પોલીસે ધરપકડ કરી તેની સામે IPC 307 અને 332 જેવી ગંભીર ધારાઓ લગાવવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આજરોજ રાજપૂત કરણી સેના તેમજ વિવિધ સમાજના લોકોએ સાથે મળી મુખ્યમંત્રીને સંભોધિત એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ, જેમાં યુવરાજસિંહ જાડેજા સામે લાગેલ 307 અને 332 જેવી કલમોને પરત ખેંચવા સાથે તેમને રિલીઝ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

કરજણ ડેમમાંથી પાણી છોડવાના બદલે નર્મદાને જીવંત રાખવા મધ્યપ્રદેશનાં ડેમોમાંથી પાણી છોડવાની સંદીપ માંગરોલાની માંગ

ProudOfGujarat

આપી શકાય ત્યાં સુધી તે ભરપૂર પ્રેમ આપ્યો ને પછી સાત દરિયા ભરીને દર્દ પણ આપ્યું.

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે : પાટણના કિમ્બુવામાં 500 થી વધુ મહિલાઓ ટોપલા ઉજવણી કરી : માસ્ક- સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!