Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ અને ઝઘડીયા તાલુકાના હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે.

Share

ભરુચ જિલ્લાના નેત્રંગ સહિત ઝઘડીયા તાલુકામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. નેત્રંગ પંથકમાં આવેલા હનુમાનજીના ત્રણ પૌરાણિક મંદિરો સહિત અન્ય ગામોએ હનુમાન જયંતીની ભકિતમય માહોલ વચ્ચે આનંદ ઉત્સાહથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તા.૧૬ મી એપ્રિલના રોજ હનુમાન જયંતિ નિમિત્તે ભાવિકો દ્રારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.

ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના વિવિધ ગામોએ હનુમાન મંદિરોએ મહાપ્રસાદીના આયોજન પણ થશે. નેત્રંગ પંથકમાં ત્રણ સ્થળોએ હનુમાનજીના પૌરાણિક મંદિરો આવેલ છે, જેમા શણકોઇ ગામે બાલા હનુમાન મંદિર, વણખુંટા ગામે આવેલ શુરા હનુમાન મંદિર તેમજ કડીયા ડુંગર ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ મનાવાશે. કડિયા ડુંગર ખાતે પાંડવોના વનવાસ સમયની નિશાનીઓ આવેલ છે. કડીયાડુંગર  ઉદાસીન અખાડાના બ્રહલીન એવા ગંગાદાસજી બાપાના આશ્રમ ખાતે હનુમાન જયંતિને લઇને છેલ્લા ત્રણ દિવસથી ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેની પુર્ણાહુતિ હનુમાન જયંતિના રોજ કરવામાં આવશે. હનુમાન જયંતિ નિમિત્તે આ સ્થળે સવારના ૧૧ કલાકે મહાપ્રસાદી રાખવામા આવેલ છે. ઉપરાંત વણખુંટા મંદિરે તેમજ શણકોઇ મંદિરે પણ ઓમ હવન સહિત હનુમાન ચાલીસાના પાઠ તેમજ ભજન કીર્તન સાથે મહાપ્રસાદીના ભવ્ય આયોજન કરવામા આવશે. નેત્રંગ નગર ખાતે લાલમટોડી વિસ્તારમાં આવેલ હઠીલા હનુમાનજી મંદિરે, જીનબજાર ખાતે આવેલ ટેકરા વાળા હનુમાનજી મંદિરે, પી ડબલ્યુ ખાતાની કચેરી ખાતે આવેલ  હનુમાનજી મંદિર સહિત તમામ મંદિરોમાં સવારના ૧૧ કલાકથી મહાપ્રસાદીનો લાભ ભાવિક ભકતજનોને મળશે. ઉપરાંત પંથકમાં આવેલ વડપાન, જેસપોર, ઝરણાવાડી, કોચબાર, મોટામાલપોર સહિત ગામે ગામ ભાવિક ભકતજનો દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ હનુમાન મંદિર, રાજપારડી નજીકના ખોડિયા હનુમાન મંદિર તેમજ આમલઝર ખાતેના મંદિરે પણ હનુમાન જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાનાર છે. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સ્થિત હનુમાન મંદિરની ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં ગણના થાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

ProudOfGujarat

લીંબડીનાં યુવાન કલ્પેશ વાઢેરને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિએ એવોર્ડ એનાયત કર્યો.

ProudOfGujarat

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ પુરા સન્માન સાથે રાષ્ટ્રધ્વજ પરત લેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!