Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વિલાયત ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તલ અને ચાર કારતુસ સાથે બે ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના વાગરા વિલાયત ચોકડી નજીક ભરૂચ SOG પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા 4 જેટલા જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસ વાગરા વિલાયત ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન 2 શંકાસ્પદ વ્યક્તિઓ શકમંદ હિલચાલ કરતા હોવાના કારણે બન્નેની અંગજડતી લેતાં તેઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા 4 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે બન્નેની કડક પૂછપરછ કરતાં મંટુકુમાર સિપાહી રાય અને કમલ રાય બાલચંદરાય હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર મામલે બન્ને શખ્સો પાસેથી રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આ પિસ્તોલ કોને આપવાના હતા અને ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હારૂન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇક ચોરીને અંજામ આપતા કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને ચોરીની 23 બાઇકો સાથે ઝડપ્યા.

ProudOfGujarat

પાલેજ જીઆઈડીસી સ્થિત જલધારા બેવરેજીસ કંપનીમાંથી સવા ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ રેસક્યુ કરાયો.

ProudOfGujarat

ભરૂચમાં બોટાદ જેવી ઘટના ના બને તે માટે ભરૂચ પોલીસ સતર્ક, 24 કલાકમાં 100 કેસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!